દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગેના જાહેરનામાની અમલવારી કાર્યરત છે, ત્યારે આ જાહેરનામાનો ભંગ કરવા સબબ ખંભાળિયામાં મોમૈયા બોઘા જામ અને કાસમ અબ્દુલ સુંભણીયા સામે, સલાયામાં હનીફ અલી સંઘાર સામે વાડીનારમાં સંજય વિનોદભાઈ બરારીયા સામે, ભાણવડમાં જીવન પોપટભાઇ મકવાણા અને મિતેશ નારણભાઈ રાઠોડ સામે, દ્વારકામાં જાવેદ હમીર શેખ, લાખાભા ભૂટાભા સુમણીયા, દિનેશ શામજી મકવાણા, સોમા જગાભાઇ મોરી અને ઉપેન્દ્ર મણિલાલ રાયમગીયા સામે, મીઠાપુરમાં સબીર અલીમામદ ચમડીયા અને જયંતિ વાલાભાઈ રાઠોડ સામે, જ્યારે કલ્યાણપુર તાલુકામાં મેહુલ વશરામભાઈ જમોડ, અજયસિંહ ગોવુભા વાઢેર, ભરત નાથાભાઈ ગામી અને નરેશ રાણાભાઇ ગોરડીયા સામે સ્થાનિક પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.