જે.સી.સી (જુગુનું ક્રિકેટ કેમ્પ) ગ્રુપ દ્વારા આયોજિત ’ઝહિંન કપ – 2022’ જે હાપા માર્કેટિંગ યાડ સામે આવેલ જુગુનું ગ્રાઉન્ડ પર મર્યાદિત ઓવરની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રમાંથી કુલ 64 ટીમો વચ્ચે ક્રિકેટનો રોમાંચક મુકાબલો થશે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.51,000 અને ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમ ટીમને રૂ.25,000 અને ટ્રોફી મળશે. સાથે જ બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ, બેસ્ટ બેટસમેન ઓફ ધ ટૂર્નામેન્ટ અને મન ઓફ ધ સિરીઝને પણ ટ્રોફી આપવામાં આવશે.
તેમજ આ ટુર્નામેન્ટમાં મન ઓફ ધ મેચ માં ખિલાડીયોને ટી-શર્ટ દરેક મેચમાં આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ઉદઘાટન પ્રસંગે જામનગર ઉદય દૈનિક અખબારના તંત્રી બ્રિજેશભાઇ પરમાર, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, મેહમુદભાઇ વેહવારિયા, કિરીટભાઇ મહેતા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી યુવા વિગના ઉપપ્રમુખ વિશાલભાઇ ત્યાગી, આપના પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી પ્રદીપસિંહ વાળા, મુસ્લિમ સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઇ જુણેજા, યુવા કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, સૈયદ સમાજના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ બાપુ, સૈયદ જમાતના પ્રમુખ અજીજબાપુ, ઉપપ્રમુખ સૈયદ અશરફબાપુ તેમજ પટણી સમાજના પ્રમુખ હાજી જુસબભાઇ ખુરેશી, ડો.ઝાહિદ રાઠોડ, જાણીતા સિંગર મુન્નાખાન પઠાણ અને પરાક્રમસિંહ જાડેજા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટ આમંત્રિતો સહીત ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહી ભાગ લેનાર ટીમોને પ્રોત્સાહિત કરી હતી.’ઝહિંન કપ-2022’ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજક સૈયદ જૈનુંલબાપુ, કાસમભાઇ ગોરી અને સદામભાઇ શેખ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઝહિંન કપ-2022 મર્યાદિત ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રારંભના દિવસ તા. 5થી દરરોજ સાંજે 7 થી મોડી રાત્રી સુધી પાંચ મેચ રમાડવામાં આવશે. જામનગર શહેરના ક્રિકેટ શોખિનોને આ ટૂર્નામેન્ટ નિહાળવા આયોજક સૈયદ જૈનુલબાપુ, કાસમભાઇ ગોરી અને સદામભાઇ શેખ દ્વારા અનુરોધ કરાયો છે.