Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતી ત્રિપુટી ઝડપાઇ

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતી ત્રિપુટી ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ સમાજ પાસે આવેલી શ્રીજી સોસાયટીમાં જાહેરમાં શ્રીલંકા-ઝીમ્બાવે વચ્ચે રમાતા 20-20 મેચના પ્રસારણ ઉપર જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.11,460ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ સમાજ નજીક શ્રીજી સોસાયટી વિસ્તારમાં જાહેરમાં ક્રીકબુઝ નામની એપ્લીકેશનમાં શ્રીલંકા-ઝીમ્બાવે વચ્ચે રમાતા 20-20 મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા મુકેશ બાબુલાલ નકુમ, સબીર ઈશાક સમા, દયાળજી કાનજી કછટીય નામના ત્રણ શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,460 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.16460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular