જામનગર શહેરના ગુલાબનગર રોડ પર જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર મોબાઇલમાં રનફેરના સોદાઓ કરી હારજીત કરતા શખ્સને પોલીસે ઝડપી લઇ રૂા.4700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર મુખ્ય રોડ પર જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચના પ્રસારણ ઉપર મોબાઇલમાં રનફેરનો જૂગાર મોબાઇલ એપ્લીકેશન દ્વારા રમાડતો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મુકેશ દેવજી ગોહિલ નામના ડિસકેબલનો વ્યવસાય કરતા શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.1200 ની રોકડ રકમ અને રૂા.3500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.4700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ સોદાની કપાત મોબાઇલ નં.91040 37208 પાસે કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.