જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં જાહેર રોડ પર મોબાઇલમાં આઈપીએલનો જૂગાર રમાડતા શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1.26 લાખની રોકડ રકમ અને બે મોબાઇલ સાથે ઝડપી લઇ ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં જાહેરમાં રોડ પર મોબાઇલમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિજય ઉર્ફે ધાનાવાળા અમૃતભાઈ વસીયર નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રનફેરના સોદ્દાઓ લખેલી સ્લીપ અને રૂા.1.26 લાખની રોકડ અને રૂા.3500 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.1,29,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા યોગેશભાઈ મો.નં.7096760128, 9879376673, વીકીભાઈ મો.75072 58558, પીન્ટુ નાનાણી રહે. કડિયાવાડ જામનગર મો.7359166184, 73591 66190, 9737201771 ની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.