ધ્રોલથી જોડિયા તરફ જવાના માર્ગ પર પાર્ક કરાયેલી ક્રેટા કારની પોલીસે તલાશી લેતાં કારમાંથી રૂા. 6,46,780ની કિંમતની 481 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
દરોડાની વિગત મુજબ ધ્રોલથી જોડિયા જવાના માર્ગ પર આવેલા સ્ટોન ક્રશર પાસે એચઆર-70જી-6087 નંબરની ક્રેટા કાર બિનવારસુ પડેલી હોવાની જાણના આધારે ધ્રોલ પોલીસે સ્થળ પર પહોંચી જઇ કારની તલાશી લેતાં કારમાંથી રૂા. 6,46,780ની કિંમતની 481 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં ધ્રોલ પોલીસે રૂા. 6 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 12,46,780નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કારના નંબરના આધારે માલિકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


