Friday, November 22, 2024
Homeરાજ્યકાલાવડમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર તવાઈ

કાલાવડમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર તવાઈ

- Advertisement -

દિવાળીના તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે કાલાવડ ગામમાં જુદાં-જુદાં વિસ્તારોમાં લાયસન્સ કે મંજૂરી વગર જાહેરમાં ફટાકડાના સ્ટોલ મંડપ બાંધી વેચાણ કરતાં ચાર વેપારીઓ સામે કાલાવડ પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, દિવાળીના તહેવારના આગમન પૂર્વે જામનગર શહેર અને જિલ્લા સહિત રાજ્યમાં ફટાકડાના વેચાણ માટેના સ્ટોલો શરૂ થઈ ગયા છે જેમાં અમુક સ્ટોલધારકોએ તો લાયસન્સ કે મંજૂરી લીધા વગર જાહેર રોડ પર મંડપ બાંધી વેચાણ શરૂ કરી દીધું છે. જો કે, આ બાબતે તંત્ર એકસનમાં આવી ગયું છે. જેમાં કાલાવડ ગામમાં જુદાં-જુદાં ચાર સ્થળોએ જાહેરમાં ફટાકડાના સ્ટોલ અને મંડપ બાંધી લાયસન્સ કે મંજૂરી વગર વેચાણ કરતા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી અંતર્ગત ટાઉનહોલ કમ્પાઉન્ડમાં ધર્મેશ ધીરુભાઈ અકબરી, પાર્થ નિલેશભાઈ સરધારા, બાપા સિતારામ ચોકમાંથી આશિષ રામજીભાઈ તળપદા, શિતલા કોલોનીમાં લલિત બટુકભાઇ સોલંકી નામના ચાર વ્યક્તિઓએ મંજૂરી કે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા હોય જેથી પોલીસે ફટાકડાનો સામાન કબ્જે કરી ચાર વિરૂધ્ધ એકસપ્લોઝીવ અધિનિયમ 1984 ની કલમ 9(બી), 1 (બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવતાં ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular