જામનગર શહેરના લગભગ દરેક વોર્ડમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ઠેકઠેકાણે કચરાના ઢગલાઓ અને જાહેર માર્ગો પર ગાયોના ધણ અડીંગો જમાવી બેઠા હોય છે. જેના કારણે અકસ્માતમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત ગાયો દ્વારા અમુક વિસ્તારોમાં તો રીતસર શહેરીજનો ઉપર એટેક કરવામાં આવ્યો હોય તેવા બનાવો પણ બન્યા છે. જેમાં શહેરીજનોના ભોગ લેવાયાની ઘટના બની ગઇ છે.
તો અમુક બનાવમાં ગાય દ્વારા કરાયેલા હુમલામાં અનેક શહેરીજનો ઘવાયા છે. હાલના ડિઝિટલ યુગમાં અપડેટ થવાને બદલે મહાનગરપાલિકાની કામગીરી નીરસ અને આઉટ ડેટેડ થતી જાય છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રહેલી ઢોરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં હજી સુધી નથી આવ્યું. જેના પરિણામે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ગાયોના ધણ અડીંગો જમાવે છે. ઉપરાંત આ ગાયોના ધણને કારણે વાહન અકસ્માતો પણ થતાં રહે છે. ઉપરોકત તસ્વીર શહેરના ગાંધીનગર મેઇન રોડ પર ગાયોના ધણ નજરે પડે છે.
View this post on Instagram
આવી સ્થિતિ તો મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં જોવા મળે છે. આ ગાયો એકઠી થવામાં પણ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે કચરાની પેટીમાં વધુ ઠલવાતો હોવાથી કચરો પેટીની બહાર પણ એટલો જ જોવા મળે છે. જેના કારણે ગાયો કચરો અને પ્લાસ્ટીક ખાવા માટે એકઠી થતી હોય છે.


