કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વેક્સિનેશને રજિસ્ટ્રેશન માટે બનેલી કોવિન એપની પ્રશંસા કરી છે. જોકે શરૂઆતમાં તેઓ તેની ટીકા કરી રહ્યા હતા. કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરતા કહ્યું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કંઇક સારું કરે છે તો હંમેશા તેની પ્રશંસા કરું છું. તેના સારા કામને પ્રોત્સાહિત કરું છું. હું કોવિડનનો મોટો ટીકાકાર રહ્યો છું પણ કહેવા માગુ છું કે તેમણે આ વસ્તુ સારી કરી છે.
થરૂરે કહ્યું કે તમે વોટ્સએપ પર મેસેજ મોકલશો તો તમને એક ઓટીપી મળશે. તેના પછી તમારું વેક્સિનેશન પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકો છો. તે ખૂબ જ સરળ અને ઝડપી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભારતે 50 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવાનો આંકડો પૂરો કરી લીધો છે.
થરૂરે આશા વ્યક્ત કરી હતી કે આઈટી બાબતોની સંસદીય સમિતિ આગામી બેઠકોમાં જાસૂસીના મુદ્દાઓને ઉઠાવશે. આ મુદ્દે સમિતિની 28 જુલાઈએ બેઠકમાં જે અધિકારીઓના નિવેદન નોંધાવાના હતા લાગે છે કે તેમને હાજર નહીં થવાના નિર્દેશ અપાયા હતા.