અબ્બાસભાઇ ઝિણાભાઇ ચૌહાણ કે, જેઓ જામનગર શહેરમાં વાઘેરવાડો, ડેલીફળી, પંજા કલાસીસની સામે, સુભાષ માર્કેટ પાછળ રહેઠાણ ધરાવે છે અને તેઓ દ્વારા વર્ષો જુના ભાડુઆત મહ. યુસુફ મહ. હુશેન કુરેશીને આપેલ હતી અને તેઓનું અવસાન થતાં તેનો પુત્ર સોયબ મહ. યુસુફ કુરેશી તેમના વારસ દરજ્જે સદરહુ જગ્યામાં ભાડુઆત તરીકે રહેતા હાં પરંતુ તેઓની પરિસ્થિતિ સારી થઇ જતાં તેઓ દ્વારા પોતાની ખુદની માલિકીનું મકાન વેચાણ લઇ અને તેમાં તેઓ વસવાટ કરવા ચાલ્યા ગયા અને ત્યારબાદ સદરહુ ભાડાવાળી જગ્યા મુળ ભાડુઆતના ભાઇ શોકત મહ. હુશેન કુરેશી કે જેઓ તેમના કાકા થતાં હોય તેઓને પેટા ભાડુઆત તરીકે જગ્યા આપી હતી અને જેની જાણ હાલના મકાન માલિક અબ્બાસભાઇને પણ કરવામાં આવેલ ન હતી અને ત્યારબાદ પેટાભાડુઆત દ્વારા મકાનની ઓળખ ફરી જાય તે રીતે મકાનમાં કોઇપણ જાતની કાયદા મુજબ મકાન માલિકની મંજૂરી વગર તોડફોડ કરી બાંધકામ કરી રહેલ હોય તથા પેટાભાડુઆત તરીકે વસવાટ કરી રહેલ હોય જેની જાણ મકાન માલિકને થતાં પોતાના વકીલ દ્વારા લીગલ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ પરંતુ ત્યારબાદ પણ તેઓ દ્વારા મકાન માલિકને થતાં પોતાના વકીલ દ્વારા લીગલ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ તેઓ દ્વારા મકાન ખાલી ન કરતાં તથા બાંધકામની કાર્યવાહી પણ ચાલુ રાખતા મકાન માલિક દ્વારા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કેસ જામનગરના સિવિલ જજની કોર્ટમાં ચલાવવામાં આવેલ હતો. નીચેની કોર્ટ દ્વારા પેટા ભાડુઆત શોકત મહ. હુશેન કુરેશીને કાયદેસરના ભાડુઆત ગણી અને મકાન માલિક અબ્બાસ જીણાભાઇ ચૌહાણનો દાવો રદ્ ઠરાવેલ હતો. જે હુકમથી નારાજ થઇ અબ્બાસભાઇ દ્વારા જામનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં આપી દાખલ કરેલ હતી. જે અપીલમાં ડીસ્ટ્રીકટ કોર્ટને મકાન માલિક અબ્બાસભાઇના વકીલ વાય.એમ. પંડયા દ્વારા નીચેની કોર્ટના હુકમમાં રહી ગયેલ ભૂલ બતાવેલ હોય કે, નામદાર નીચેની કોર્ટ દ્વારા જે ભાડુઆતના વારસા તથા પેટા ભાડુઆતને જે સગા ભાઇઓ તરીકે ગણેલ છે. જે ખરી હકીકતે કાકો તથા ભત્રીજો થાય છે નહીં કે, સગાભાઇઓ જેથી તે સીધીલીટીના વારસદારમાં ન આવે, જે હુકમ ખોટો કરેલ હોય અને પેટા ભાડુઆત તરીકે રહેઠાણ ધરાવતા હોય જે અમારા ભાડુઆત જ ન હોય, ખોટી રીતે પેટાભાડુઆત તરીકે જગ્યાનો કબજો મેળવેલ હોય જેથી ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા દલીલ સાંભળી તથા રેકર્ડ ઉપર પડેલ પુરાવાઓને ધ્યાને લીધા બાદ મકાન માલિકનો દાવો મંજૂર કરી અને પેટા ભાડુઆત તરીકે વસવાટ કરી રહેલ શોકત મહ.હુશેન કુરેશીને મકાન ખાલી કરી આપવાનો હુકમ કરેલ હોય તથા ખોટી રીતે પેટા ભાડુઆત તરીકે વસવાટ કરવા બદલ મકાન માલિકને દરમિયાન ઉપજ એટલે કે, દંડ સ્વરુપેની રકમ દાવાની તારીખથી મકાન માલિકને ચૂકવી આપવાનો તથા ઘરનો ખાલી બજનરા કબજો સોંપી આપવાનો હુકમ તથા હુકમકનામુ દોરી આપવાનો હુકમ જામનગરના એડી. ડિસ્ટ્રીકટ જજ એમ.આર. ચૌધરી દ્વારા મુળ મકાન માલિકની તરફેણમાં ન્યાયીક હુકમ ફરમાવી અને સત્યનો વિજય હંમેશા થાય છે તેવો સચોટ હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં મકાન માલિકના વકીલ તરફે યજ્ઞેશ એમ. પંડયા તથા મોનલ કે. ચાવડા રોકાયેલા હતાં.