Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરબેંગ્લોરની પેઢીને રૂા. 72,78,856 વ્યાજ સહિત ચૂકવવાનો અદાલતનો હુકમ

બેંગ્લોરની પેઢીને રૂા. 72,78,856 વ્યાજ સહિત ચૂકવવાનો અદાલતનો હુકમ

- Advertisement -

જામનગરની પેઢી ઉર્વિ બ્રાસ પ્રોડકટર્સના પ્રોપરાઇટર હરિભાઇ ઉર્ફે હરિશભાઇ પુંજાભાઇ મુળશાએ બેંગ્લોરની પેઢી એમ.એસ. માર્કેટિંગ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.માં તેના ઓર્ડર તથા જરુરીયાત મુજબ અલગ અલગ તારીખોએ બ્રાસપાર્ટના અલગ અલગ પ્રોડકટર્સનો માલ મોકલ્યો હતો અને તે માલ મોકલાવ્યા સબબ બેંગ્લોરની પેઢીને અનેક વખત રકમ ચૂકવી આપવા જાણ કરી હતી અને બેંગ્લોરની પેઢી તરફથી થોડો સમય ખોભરી જવાનું કહેવામાં આવતું અને ત્યારબાદ રકમની ચૂકવણી માટે ઘણો સમય આપવા છતાં રકમ ન ચૂકવતા, ઉર્વિ બ્રાસ પોડકટર્સના પ્રોપરાઇટર, હરિભાઇ ઉર્ફે હરિશભાઇ પુંજાભાઇ મુળશાએ પોતાના વકીલ નિતલ એમ. ધ્રુવ મારફત જામનગરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં સમરી સ્યૂટ દાખલ કર્યો હતો જે દાવો જામનગરની અદાલતમાં ચાલી જતાં બેંગ્લોરની પેઢીએ રૂા. 72,78,856 વાર્ષિક 6 ટકા દાવાની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો અને રકમ ન ચૂકવી આપે તો તેની સ્થાવર તથા જંગમ મિલકતમાંથી વસુલી લેવા તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular