જામનગરના ગુલાબનગર સ્થિત મુળ વિભાપરના રે.સ. નં.18 તથા 19 વાળી જમીનના અંતિમ ખંડના પ્લોટ નં. 201 અંગેના રજીસ્ટર્ડ વેચાણ કરારના પાલન અંગેના દાવામાં પ્રતિવાદી પક્ષે હાજર રહેલ જામનગરના વિખ્યાત ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એ સમગ્ર કેસના તલસ્પર્શી અભ્યાસના આધારે દાવો લાવનાર વાદી તથા તેમના સાક્ષી તરીકે વાદીના પિતાની જુબાનીમાંનો વિરોધાભાસ અદાલત સમક્ષ લાવી સમગ્ર કેસમાં પિતા-પુત્રની ” ભગત” નો ભાંડો ફુટવા પામ્યો હતો. પરિણામે, અદાલતે વેચાણ કરાર રજીસ્ટર્ડ હોવા છતાં ” અને ” સાબિત માની વાદીનો દાવો ખર્ચ સહિત 26 કરી પ્રતિવાદીને થયેલ ખર્ચ અપાવવા અંગેનો એતિહાસિક કહી શકાય તેવો ચુકાદો જાહેર કરતાં કોર્ટનો હુકમ અદાલતી પટાંગણમાં ચર્ચિત થવા પામ્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે, જામનગરના ગુલાબનગરના મૂળ વિભાપરના રે.સ.નં. 18 તથા 19 ના ફાઈનલ પ્લોટ નં. 23/2 વાળી જમીનના પ્લોટ નં. 201 ના કાયદેસરના માલિક અને કબજેદાર કિશોર જી. મહેતા સાથે જામનગરના નિતીન જેઠાલાલ લીંબડ એ 120 ચો.મી.ના કિંમતી પ્લોટ અંગેનો પોતાના જોગ કિશોર મહેતા એ રૂમ.4,50,000ના અવેજસર રજીસ્ટર્ડ વેચાણ કરાર કરી આપેલ હોય જે પૈકી કરાર સમયે વાદી નિતીન લીંબડ એ પ્રતિવાદી કિશોર મહેતા ને રૂ.4,00,000 રોકડા આપેલ હોવાનું અને બાકીના રૂ.50000ચુકવવા પોતે તૈયાર હોવાનું કથન કરીને જામનગરની અદાલત સમક્ષ દાવો રજુ કરતાં પ્રતિવાદી કિશોર જી. મહેતા તરફે નગરના વકીલ મહેશ એ. તખ્તાણી તથા જીતેશ એમ. મહેતા એ કેસના તલસ્પર્શી અભ્યાસના આધારે પક્ષકારો વચ્ચેના ગીરો વ્યવહારને વેચાણ કરારમાં ખપાવવા અંગેનો વાદીએ હિન્ન પ્રયાસ કર્યાનું અદાલત સમક્ષ જાહેર કર્ર્યું હતું.
વાસ્તવમાં, પ્લોટ નં. 201 ના સબ-પ્લોટ થઈને પ્લોટ નં. 201/એ અને 201/બી એમ બે વિભાજન થયેલ હોય જેની પૂર્ણત: માહિતી વાદી નિતીન લીંબડ ને દાવો રજુ કર્યાની તારીખે હોવાના સજ્જડ પુરાવા પ્રતિવાદીના વકીલની કુનેહભર્યા પ્રયત્નોથી અદાલત સમક્ષ જાહેર થવા પામ્યા હતાં. જે તમામ પૂરાવા હોવા છતાં સમગ્ર પ્લોટ નં. 201 ના વેચાણ કરારના પાલનનો દાવો પ્રતિવાદી ઉપર “ગેરવ્યાજબી દબાણ લાવવા કરવામાં આવેલ હોવાની વિગતો પ્રતિવાદીએ અદાલત સમક્ષ લાવવામાં સફળતા મેળવી છે. એટલું જ નહિં, કરારનું રજીસ્ટ્રેશન થયેલ હોવા છતાં કયા-કયા કારણોથી કરાર માનવાને લાયક નથી તે બાબતોને પ્રતિવાદીના વકીલ એ અનેકવિધ હકીકતના અને કાનૂની મુદ્દા અદાલત સમક્ષ રજુ કરી તે સાબિત કરવામાં સફળતા મેળવી છે, ત્યાં સુધી કે કરારને પૂર્ણત: ” અને ’શામ” માનીને કરારમાં દર્શાવેલ રૂ.4,00,000ની કોઈ જ લેતી-દેતી થયાનું પણ અદાલતે સાબિત માન્યું ન હતું.
વાદી-પ્રતિવાદી વચ્ચે થયેલ કહેવાતા રજીસ્ટર્ડ વેચાણ કરારની સાક્ષીમાં વાદીએ પોતાના પિતા જેઠાલાલ કરશનભાઈ લીંબડ ને ’વીટનેસ બોકસ” માં લાવતા તેઓની ઊલટ તપાસમાં વાદી અને તેમના પિતાની બોગસ કરારની ” બહાર આવવા પામી હતી અને સમગ્ર વ્યવહાર જુઠ્ઠો સાબિત થવા પામ્યો છે.
આ કેસની ખાસ વિશીષ્ટતા એ હતી કે, વાદીએ દાવામાં વૈકલ્પિક દાદ તરીકે તેણે પ્રતિવાદી કિશોર મહેતા ને ચૂકવેલ રૂ.4,00,000 પરત કરવાની માંગણી પણ અદાલતે ફગાવી દેતાં અને વાદીએ દાવાનો ખર્ચ જાતે ભોગવી પ્રતિવાદીને થયેલ તમામ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
અદાલતી પટાંગણમાં બહુચર્ચિત એવા આ કેસમાં પ્રતિવાદી તરફે નગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી, જીતેશ એમ. મહેતા, નિપુલ એચ. બારોટ, સોનલ પરમાર, ટ્રેઈની નેહા મંગે, મનિષા ભાગવત , સંજના એમ. તખ્તાણી, મુર્તુઝા મોદી, રીના રાઠોડ તથા પુજા રાઠોડ હાજર રહ્યા હતા.