Thursday, November 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાન પર હિમ્મ્તભરી સર્જિકલ સ્ટ્રાઇક: ઇરાને ઠાર કર્યા આતંકીઓ

પાકિસ્તાન પર હિમ્મ્તભરી સર્જિકલ સ્ટ્રાઇક: ઇરાને ઠાર કર્યા આતંકીઓ

- Advertisement -

પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવાના દાવા કેટલાંક મીડિયા રિપોટ્સમાં કરવામાં આવ્યા છે. રિપોટ્સ મુજબ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનમાં ઘણે અંદર જઈને આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યા હતા. ઈરાને 3 વર્ષ પહેલાં અપહ્યત કરાયેલા પોતાના બે જવાનોને છોડાવ્યા છે. ઈરાનના જવાનોનું 3 વર્ષ પહેલાં દક્ષિણી-પશ્ર્ચિમી પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-અલ અલદ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રિપોટ્સ મુજબ ઈરાને પાકિસ્તાનની અંદર ઘૂસીને 2 ફેબ્રુઆરીની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઈરાને પાકિસ્તાની સેનાને આ એક્શનની પહેલાંથી કોઈ જ જાણકારી આપી ન હતી. 3 ફેબ્રુઆરીએ ઈરાની સૈનિકોએ પોતાના મિશનને સક્સેસફુલ ગણાવી અને જવાનોને મુક્ત કરાવવાની પણ જાણકારી આપી. જૈશ-અલ અલદ આતંકી ગ્રુપ દક્ષિણી-પશ્ર્ચિમી પાકિસ્તાનમાં એક્ટિવ છે અને માનવામાં આવે છે કે ઈરાની સેનાએ આ વિસ્તારમાં જ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હોય શકે છે.

આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હુમલો કરતા રહે છે. જેને ફેબ્રુઆરી 2019માં આ વિસ્તારમાં ઈરાની જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક ઈરાની સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનો ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2018માં આ આતંકવાદી સંગઠને 14 ઈરાની સૈનિકોનું અપહરણ કરી લીધું હતું. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના મીરજાવેહ બોર્ડર પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાંથી 5 સૈનિકોને એક મહિના પછી છોડી દેવામાં આવ્યા હતા.

- Advertisement -

ઈરાન ત્રીજો દેશ છે જેને પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ઈરાન પહેલાં અમેરિકાએ 2 મે 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં ઘુસીને અલકાયદાના ચીફ લાદેનનો ખાતમો કર્યો હતો. જે બાદ ભારતે સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 14 ફેબ્રુઆરી 2019નાં રોજ પુલવામા એટેક પછી ભારતે તે જ વર્ષ 26 ફેબ્રુઆરીનાં રોજ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular