Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દંપતીનો જામદુધઈમાં દવા પી આપઘાતનો પ્રયાસ

જામનગરના દંપતીનો જામદુધઈમાં દવા પી આપઘાતનો પ્રયાસ

માતાને પીયર પરિવાર સાથે મળવા ગયા બાદ પત્નીએ દવા ગટગટાવી: પતિએ પણ ઝેરી દવા પી લીધી : સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ : પતિ સારવાર હેઠળ

- Advertisement -

જામનગરમાં રહેતું દંપતી જોડિયા તાલુકાના જામદુધઈ ગામમાં આવેલા સાસરે ગયા હતાં અને ત્યાંથી પરત આવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતાં રમેશભાઈ કુકડિયા અને તેમની પત્ની પાયલબેન કુકડિયા તથા બે દિકરીઓ સહિતનો પરિવાર જોડિયા તાલુકાના જામદુધઈ ગામમાં આવેલા તેમના સાસરે રોકાવા ગયા હતા. જ્યાંથી પરત આવવા બાબતે રમેશભાઈ અને તેમની પત્ની પાયલબેન વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પાયલબેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથે-સાથે તેમના પતિ રમેશભાઇએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા પતિ-પત્નીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જોડિયાની અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પાયલબેનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. જ્યારે પતિ રમેશ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પાયલબેનના મોત અંગેની તેની માતા આશાબેન દ્વારા જાણ કરાતા જોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular