Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડ પંથકના દંપતીને માર મારી પતાવી દેવાની ધમકી

ભાણવડ પંથકના દંપતીને માર મારી પતાવી દેવાની ધમકી

વાહનોમાં તોડફોડ, મહિલાઓ સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ

- Advertisement -

ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં ટીંબા ખાતે રહેતા વિનોદભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 58 વર્ષના લોહાણા આધેડ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આજ વિસ્તારમાં રહેતા ભીમા ચના કટારીયા, ભાવેશ ચના કટારીયા, કેશુ નાથા કટારીયા, રેખાબેન મોહન અને વનીતાબેન ભીમા કટારીયા નામના પાંચ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આટલું જ નહીં, આરોપીઓ દ્વારા વિનોદભાઈ તન્નાના ધર્મપત્ની કવિબેનને પણ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત આરોપી શખ્સોએ લાકડીઓ વડે વિનોદભાઈની જી.જે. 03 ઈ.આર. 3815 ની ઈક્કો મોટરકાર તેમજ જ્યુપીટર મોટરસાયકલમાં ભાંગફોડ કરી, નુકસાની કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular