Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદંપતીનો આપઘાત : ફાંસીએ લટકેલી માતાના પગ પકડી કલાકો સુધી રડતો રહ્યો...

દંપતીનો આપઘાત : ફાંસીએ લટકેલી માતાના પગ પકડી કલાકો સુધી રડતો રહ્યો દોઢ વર્ષીય પુત્ર

- Advertisement -

મધ્યપ્રદેશના ગઢાકોટામાં રહેતા એક દંપતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પોતાના દોઢ વર્ષના પુત્રની સામે માતા-પિતાએ આપઘાત કરી લીધો હતો. અને કલાકો સુધી માસુમ બાળક માતાના મૃતદેશ પાસે રમતો રહ્યો અને બાદમાં ફાંસીએ લટકી રહેલી માતાના પગ પકડીને રડવા લગતા પાડોશીઓને ખબર પડતા તેણે પોલીસને જાણ કરી હતી.

- Advertisement -

સાગર જિલ્લામાં રહેતા એક નેપાળી દંપતીએ ઘરેલું સમસ્યાઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. દંપતીના મૃત્યુ બાદ ઘરમાં એકલો દોઢ વર્ષનો પુત્ર માતાના મૃતદેહના પગ પકડીને રડતો રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવાર રાત્રે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

બુધવારે સવારે 8.00 વાગ્યાના સુમારે ઘરની અંદરથી બાળકના સતત રડવાનો અવાજ સંભળાતા પાડોશીઓએ બારીમાંથી રૂમની અંદર જોયું હતું. જેથી મહિલાનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો, જ્યારે દંપતીનું બાળક માતાના પગે વળગીને રડતું હતું. પડોશીઓએ પોલીસને ઘટનાની જાણ કરી અને બાળકની સંભાળ લીધી. બાળકના પિતાની લાશ બાથરૂમમાંથી લટકતી હાલતમાં મળી આવી હતી.

- Advertisement -

નેપાળના રહેવાસી કેસર સાહુદ (ઉ.વ.28), પત્ની પશુપતિ સાહુદ (ઉ.વ.24) વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં બન્નેએ ગળાફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. દંપતીનો દોઢ વર્ષનો પુત્ર તેના માતા-પિતાના મૃત્યુથી અજાણ છે. તેને એ પણ ખબર નથી કે તેના પરિવારનો પડછાયો તેના માથા પરથી હટી ગયો છે. બાળકને હાલમાં તેના કાકાને સોંપવામાં આવ્યું છે, ક્યારેક તે તેની માતાને યાદ કરીને રડે છે તો ક્યારેક રમકડું જોઈને ચૂપ થઈ જાય છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular