Monday, December 23, 2024
Homeરાજ્યહાલારલતીપુરમાં દંપતી ઉપર બે શખ્સો દ્વારા ક્રુરતાપૂર્વક જીવલેણ હુમલો

લતીપુરમાં દંપતી ઉપર બે શખ્સો દ્વારા ક્રુરતાપૂર્વક જીવલેણ હુમલો

મધ્યરાત્રિના સમયે બે અજાણ્યા શખ્સો ખેતરમાં ધસી આવ્યાં : ધારિયા વડે પત્નીના આંગળા કાપી નાખ્યા: પતિ ઉપર ધારિયા વડે હુમલો : પત્નીની હાલત ગંભીર: પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપુર ગામની સીમમાં મધ્યરાત્રિના સમયે બે અજાણ્યા શખ્સોએ ખેતરમાં ઘુસી ધારીયા વડે યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ યુવાનની પત્ની ઉપર ધારીયા વડે હુમલો કરી આંગળા કાપી નાખી આડેધડ ઘા ઝીંકી હત્યાના પ્રયામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, અલીરાજપુરના વાસ્કલિયાના વતની અને ધ્રોલ તાલુકાના લતીપુર ગામની સીમમાં આવેલી જેન્તીભાઈ તરપદાના ખેતરમાં મજુરી કામ કરતા કમલ ઉર્ફે કમલેશ જામસીંગ વાસ્કલિયા અને તેની પત્ની સંકરબાઇ તા.07 ના રોજ મધ્યરાત્રિના સમયે તેમના ખેતરે હતાં તે દરમિયાન બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં અને ધારીયા વડે કમલ ઉપર હાથના કાંડામાં અને કોણીના ભાગે તથા પગમાં ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ યુવાનની પત્ની સંકરબાઈની હત્યા નિપજાવવાના ઈરાદે બંને શખ્સોએ ક્રુરતાપૂર્વક ધારીયા વડે હુમલો કરી હાથના વચ્ચેના આંગળા કાપી નાખ્યા હતાં તેમજ આંખ ઉપર તથા શરીરે આડેધાડ ઘા ઝીંકી કાનમાં તથા ડોકમાં જીવલેણ ઇજા પહોંચાડી હતી.

લોહી લુહાણ થયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચ જઇ કમલના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે જીવલેણ હુમલો કયાં કારણોસર કરવામાં આવ્યો તે અંગેની પણ તપાસ આરંભી હતી. કેમ કે હુમલાખોરોએ મહિલાની હત્યાનો પ્રયાસ કરાતા આ હુમલા પાછળ અનેક સવાલો ઉભા થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular