દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કસારીયા નેશ નજીક આવેલીના ગાંગાકુળ તળાવની નજીક આવેલા બાવળની ઝાળીમાં ધમધમતી દેશી દારૂની ભઠી ઉપર રેઇડ દરમિયાન દેશી દારૂના જથ્થા સાથે રૂા.56 હજારનો મુદામાલ કબજે કરી નાશી ગયેલા બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા કસારીયા નેશ પાસેની બાવળની ઝાળીઓમાં દેશી દારૂની ભઠી ધમધમતી હોવાની હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે 1400 લીટર દારૂ બનાવવાનું આ તો 100 લિટર દારૂ વિગેરે મળી કુલ રૂ. 56,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
View this post on Instagram
આ પ્રકરણમાં સંડોવાયેલા અમરા દાના મોરી (રહે. બારી તળાવ નેશ, હાલ ટીંબડી) ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


