Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જીલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી આવતીકાલે

જામનગર જીલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી આવતીકાલે

કુલ 8 સ્થળોએ સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થશે

- Advertisement -

જામનગર સહીત ગુજરાતની જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને લઇને તા.28 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેની મતગણતરી આવતીકાલે એટલે કે 2માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. જામનગર જીલ્લામાં 8 જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરવામાં આવશે.

- Advertisement -

જામનગર તાલુકા જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી તથા સિક્કા નગરપાલિકાની સામાન્ય ચુંટણી 2021 અન્વયે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી 8 સેન્ટરો પર હાથ ધરવામાં આવશે. જે પૈકી જામનગર જીલ્લા/ તાલુકા પંચાયતની મત ગણતરી હાલારી વિશા ઓશવાળ વિદ્યાલય, સાત રસ્તા સર્કલ પાસે હાથ ધરવામાં આવશે. કાલાવડ જીલ્લા/તાલુકા પંચાયતની મત ગણતરી કાલાવડની મ્યુનીસીપલ હાઇસ્કુલ ખાતે હાથ ધરવામાં આવશે, ધ્રોલ જીલ્લા/તાલુકા પંચાયતની તેમજ જોડીયા જીલ્લા/તાલુકા પંચાયતની મત ગણતરી મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર જીલ્લા/તાલુકા પંચાયતની મતગણતરી જામજોધપુર રોડ ખાતે આવેલ વિવેકાનંદ વિદ્યાલય ખાતે, જામજોધપુર જીલ્લા/તાલુકા પંચાયતની મતગણતરી એ.વી.ડી.એસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગીંગણી રોડ ખાતે, સિક્કા નગર પાલિકાની મત ગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ સિક્કા ખાતે તેમજ જામજોધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા કચેરીના પ્રથમ માળે યોજવામાં આવશે.

આવતીકાલે સવારે 9 કલાકેતમામ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. દરેક મતગણતરી હોલ ખાતે કુલ 10 મતગણતરી ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 10 મશીનની ગણતરી કરવામાં આવશે.

- Advertisement -

મતગણતરી હોલ ખાતે મતગણતરી હોલ ઇન્ચાર્જ, મતગણતરીદાર, મદદનીશ મતગણતરીદાર તેમજ અન્ય સહાયક કર્મચારીઓ મળીને કુલ 1080 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.  તેમજ પૂરતા બંધોબસ્ત માટે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.  તેમજ કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular