જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક થવા પામેલ છે. કપાસની આવક વધી જતાં કપાસના ખુલ્લી જગયામાં ઢગલાં કરવામાં આવેલ હતાં. કપાસના ઢગલાની એક કિલોમીટર સુધી લાંબી લાઇનો થવા પામી હતી. કપાસના રૂા. 1700 જેટલા ભાવ મળી રહ્યા હોય ખેડૂતો પણ ખુશખુશાલ છે.