Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : ઓછા મજૂરોથી કામ કરાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં એજન્સીનો...

Video : ઓછા મજૂરોથી કામ કરાવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં એજન્સીનો લાખોનો ભ્રષ્ટાચાર

વોર્ડ નં. 1ના મહિલા કોર્પોરેટરે કાર્યવાહી માટે કમિશનરને કરી રજૂઆત

- Advertisement -

રજૂઆત જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નગરસીમ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યા હોવાનો આક્ષેપ વોર્ડ નં.1ના મહિલા કોર્પોરેટર સમજુબેન દિપુભાઇ પારિયાએ કર્યો છે.

- Advertisement -

કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, પાવર લાઇન સેલ્સ અને શ્રી ઓમ સ્વચ્છતા કોર્પોરેશન દ્વારા શહેરના નગરસીમ વિસ્તારમાં ગાર્બેજ કલેકશનની કામગીરી કરવામાં આવે છે. નિયમ મુજબ કચરાના દરેક ગાડીમાં એક ડ્રાઇવર અને બે લેબર રાખવાના હોય છે. પરંતુ અમુક જગ્યાએ ફકત એક લેબરથી જ કામ ચલાવવામાં આવે છે. કેટલાક વાહનોમાં તો માત્ર ડ્રાઇવરથી જ ગાડું ગબડાવવામાં આવે છે. જયારે કોર્પોરેશન પાસેથી એક ડ્રાઇવર અને બે લેબરનો ખર્ચ વસુલવામાં આવે છે. આ પ્રકારે છેલ્લા ત્રણ વર્ષથી એજન્સી દ્વારા લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ અંગે સોલિડ વેસ્ટ વિભાગના ઇજનેર દિપક શિંગાળાને રજુઆત કરતાં તેમણે પણ ઉડાઉ જવાબો આપ્યા હતા. ત્યારે લાંબા સમયથી અધિકારીઓની મીલિભગતથી ચાલતા આ ભ્રષ્ટાચારની તપાસ કરી એજન્સીને બ્લેક લીસ્ટ કરવા તેમજ જો અધિકારીની સંડોવણી બહાર આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular