જામજોધપુર વિસ્તારમાં શહેરી વિકાસ માટે વિવિધ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા છે. શહેરમાં આઠ મહિનામાં સાત રોડ બન્યા છે. આ રોડની હાલત દયનિય છે. અમુક રોડ તો દોઢ-બે મહિનામાં તૂટી ગયા છે. જેને કારણે વાહનો ચલાવવા મુશ્કેલ થઇ રહ્યું છે. ત્યારે ચોમાસુ આવતા સ્થિતિ વધુ બગડશે. આ માટે કોન્ટ્રાકટર કે જે પણ કોઇ જવાબદાર હોય તેમની સામે પગલાં લેવાવા જોઇએ અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ આ અંગે રોડની ગુણવત્તા અંગે જામજોધપુરના જાગૃત નાગરિક હરેશ ચિત્રોડાએ આરટીઆઇ કરી તપાસ માંગી છે.