ભાવનગર કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. 30-35 વર્ષ જૂની હતી જેનો ઉપરનો સ્લેબ તૂટી ટાંકીના પાણીમાં જ પડ્યો હતો. પાણીની ટાંકીના ભાગનો ઉપરનો સ્લેબ તૂટી પડતા તંત્ર પણ દોડતું થયું છે. ટાંકીનો ઉપરનો ભાગ તૂટી પડતા લોકોએ રીપેરીંગ ન થાય ત્યાં સુધી અશુદ્ધ પાણી પીવું પડશે. 17,00,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ પાણીની ટાકીમાંથી કળિયાબીડ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં અહીંથી પાણી વિતરણ થાય છે. અંદાજે 1લાખ લોકો આ પાણી પીવે છે. છતાં પણ તંત્ર દ્વારા આ અંગે તકેદારી રાખવામાં આવી ન હોવાથી લોકોએ અશુદ્ધ પાણી પીવું પડશે.
#bhavnagar #Video #News #Khabargujarat
ભાવનગર કળિયાબીડ પાણીની ટાંકીનો ઉપરનો સ્લેબ તૂટી પડ્યો
તંત્ર દોડતું થયું pic.twitter.com/U6Pv9bWd4f
— Khabar Gujarat (@khabargujarat) March 28, 2022