Monday, December 23, 2024
Homeબિઝનેસકોરોનાનો ગભરાટ શેરબજારમાં પ્રસર્યો ?!

કોરોનાનો ગભરાટ શેરબજારમાં પ્રસર્યો ?!

સવારમાં સેન્સેકસ સડસડાટ 1500 પોઇન્ટ નીચે સરકી ગયો

- Advertisement -

દેશમાં વધતા કોરોનાના કેસના કારણે સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાજ ફાઈનાન્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 હજારથી નીચે આવ્યો હતો.

- Advertisement -

નિફ્ટી પણ 400 અંક ઘટી ગયો હતો. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે. આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.

BSE પર 2,688 શેરમાં વેપાર થઈ રહ્યા હતાં. 703 શેર વધારા સાથે અને 1,822 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા. તેમાં 206 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -

દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મોરેટોરિયમની સુવિધા લેનાર કોઈ પણ લોન પર વ્યાજનું વ્યાજ વસુલી શકાશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકારી બેન્કો પર 1800થી 2000 કરોડ રૂપિયાનો બોજો પડશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular