જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતો જઇ રહ્યું છે. જામનગરમાં સતત ત્રીજા દિવસે કોરોનાની ડબલ સેન્ચ્યુરી જોવા મળી છે. જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 123 કેસ તથા જામનગર ગ્રામ્યમાં છેલ્લાં 24 કલાકમાં 98 કેસ નોંધાયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીનો ઘસારો વધી રહ્યો છે. જામનગરની સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ જી.જી.હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યાં છે.
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ વિકરાર સ્વરૂપ ધારણ કર્યૂ છે. રાજયમાં કોરોના ના કેસોનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. કોરોના પોઝિટીવ કેસ અને મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. જામનગરમાં સતત ત્રણ દિવસથી 200 થી વધુ પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે. જો કે આ કેસો કરતાં અનેક ગણાં વધુ કેસો હોવાની શકયતા નકારી શકાતી નથી. આ આંકડાતો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા જ છે. જયારે ખાનગી હોસ્પિટલોમાં આવતાં પોઝિટીવ કેસોનો આંકડો અનેક ગણો હોવાની શકયતા છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 123 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જયારે 54 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 264860 સેમ્પલનું પરિક્ષણ થયું છે.
જામનગર ગ્રામ્યમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 98 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જયારે 90 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં જામનગર ગ્રામ્યમાં 212391 સેમ્પલનું પરિક્ષણ થયું છે. આમ કોરોના જામનગરમાં વિકરાર સ્વરૂપથી કહેર વર્તાવી રહ્યું છે.