ભારતમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ અપાયા બાદ હવે કોરોનાની કોલર ટયુન પણ બદલાઇ ગઈ છે. ફોન પર અગાઉ કોવિડને લઇને જે સુચના આપવામાં આવતી તે હવે નહી સંભળાય તેની જગ્યાએ હવે નમસ્કાર, આપ સૌની સાથે અને આપના સૌના પ્રયાસથી ભારતે 100 કરોડ રસીકરણની સિદ્ધિ મેળવી લીધી છે.તેવો મેસેજ સાંભળવા મળશે.
100 કરોડ ડોઝ અપાયા બાદ પ્રધાનમંત્રીએ આજે દેશવાસીઓને સંબોધિત કરીને શુભકામનાઓ પણ પાઠવી. તેઓએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબર, 2021 નો આ દિવસ ઈતિહાસમાં નોંધવામાં આવ્યો છે. ભારતે થોડા સમય પહેલા રસીના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો પાર કર્યો હતો. સુરક્ષા કવચ. ભારતના દરેક નાગરિકની આ સિદ્ધિ છે.
ગઈકાલે એટલે કે 21 ઓક્ટોબરે, ભારતે ઇતિહાસ રચ્યો કારણ કે ગઈકાલે દેશમાં કોવિડ સામે લડવા માટે બનાવવામાં આવેલી રસીના 100 કરોડ ડોઝ પૂર્ણ થયા હતા. સરકારે અમિતાભ બચ્ચનના અવાજમાં કોવિડની સૂચનાઓને કોલરટ્યુનમાંથી હટાવી દીધી છે. હવે જો તમે કોઈને ફોન કરો છો, તો કોવિડ -19 સંબંધિત સૂચનાઓને બદલે, રસીકરણ અભિયાનની સફળતા સાથે સંબંધિત સંદેશ સાંભળવા મળશે.