ગુજરાત સહીત દેશભરમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 12978 કેસ નોંધાયા હતા. જયારે 153 લોકોના મૃત્યુ થયા હતા. તેમજ 11146 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. ત્યારે દેશમાં છેલ્લા 24કલાકમાં કોરોનાના નવા 3,68,147 કેસ નોંધાયા હતા જ્યારે 3417 લોકોના મૃત્યુ નીપજ્યા છે. નવા કેસોમાં આંશિક ઘટાડો આવ્યો છે. પરંતુ મૃત્યુદર હજુ વધી રહ્યો છે.
મે મહિનાની શરૂઆતથી જ કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે અને સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.
1 મેના રોજ દેશમાં 401,993 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 3523દર્દીઓના મૃત્યુ થયા હતા. એપ્રિલમાં કુલ 69,36,034 નવા કેસ નોંધાયા હતા. આ આંકડો પાછલા વર્ષના તે ત્રણ મહિનાના કુલ આંકડા કરતા વધુ છે. આ સિવાય એપ્રિલમાં કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ વધારે હતું. પરંતુ ગઈકાલના રોજ કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 34 લાખ 10 હજાર 426 પહોંચી ગયા છે. આ સાથે જ કુલ કેસ 1 કરોડ 99 લાખ 19 હજાર 715ને પાર થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 62 લાખ 81 હજાર 738 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 18 હજાર 945 પહોંચ્યો છે.