Saturday, December 21, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમરિકામાં હવે બાળકોને પણ આપવામાં આવશે કોરોનાની વેક્સિન

અમરિકામાં હવે બાળકોને પણ આપવામાં આવશે કોરોનાની વેક્સિન

- Advertisement -

ભારતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યરે અમેરિકામાં હવેથી 12 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવામાં આવશે. 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર બાયોટેકની વેક્સિન આપવામાં આવશે. આ અગાઉ અમેરીકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્રારા 16 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનની મંજુરી આપવામાં આવી હતી. ત્યારે હવે 12 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવામાં આવશે.

- Advertisement -

ફાઈઝરની વેક્સિનન અનેક દેશોમાં 16વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવી રહી છે. કેનેડા પણ તાજેતરમાં જ 12 વર્ષથી વધુ ઉંમરના  બાળકોને વેક્સીનેટ કરનાર પ્રથમ દેશ બન્યો છે. ત્યારે હવે અમરિકામાં પણ બાળકોને વેક્સિન આપવામાં આવશે. 2000થી વધારે વોલિયન્ટર્સ પર કરવામાં આવેલ ટ્રાયલના આધારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે ફાઈઝર વેક્સિન 12વર્ષથી વધુ વયનાઓ માટે સુરક્ષિત છે.

ફાઈઝર ઉપરાંત મોર્ડનાએ પણ હાલમાં જ 12થી17 વર્ષના બાળકો પર સ્ટડી કરી છે, અને જાણવા મળ્યું છે કે બાળકો પર વેક્સિનની કોઈ આડઅસર નથી. અમરિકાની નોવાવેક્સ પણ અંતિમ તબ્બકામાં છે અને તેણે પણ 12થી 17 વર્ષના બાળકો ઉપર સ્ટડી શરુ કરી દીધું છે.

- Advertisement -

અમેરિકાના ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફાઈઝર- બાયોએનટેકની બાળકો માટે બનાવેલી વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. હવે 12થી 15 વર્ષનાં બાળકોને વેક્સિન આપી શકાશે. FDAના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. દરેક માતા-પિતા એ બાબતે નિશ્ચિંત રહે કે અમે તમામ ડેટાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ જ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular