Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંની 6 ખાનગી હોસ્પિટલોમાં લઇ શકાશે કોરોનાની વેક્સીન

જામનગરમાંની 6 ખાનગી હોસ્પિટલોમાં લઇ શકાશે કોરોનાની વેક્સીન

- Advertisement -

ગુજરાત સહીત ભારતભરમાં આજથી કોરોના વેક્સીનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ આજથી 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારી ધરાવતાં 45 થી 59 વર્ષના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. જામનગરમાં સરકારી કેન્દ્રો પર વિનામૂલ્યે રસી આપવામાં આવશે.. જયારે 6 ખાનગી હોસ્પિટલોમાં વેક્સીન આપવામાં આવશે. જેના એક ડોઝની કિંમત રૂ.250 લેવાશે જેમાં મહતમ રૂા.100 વહીવટી ચાર્જ તથા રૂા.150 વેકિસનેશન ચાર્જ લેવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં સામાન્ય નાગરિકો માટે કોરોના વેક્સીનેશનની શરૂઆત આજથી થઇ ગઈ છે. સરકારી કેન્દ્રો ઉપરાંત જામનગરની 6 ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની રસી આપવામાં આવશે. જામનગરની 6 પ્રાઇવેટ હોસ્પિટલ જેમાં  સ્પંદન હોસ્પિટલ એન્ડ ક્રીટીકલ સેન્ટર, બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ, આણદાબાવા કીડની ડાયાલીસીસ, જામનગર ક્રીટીકલ કેર સેન્ટર, ફલીયા હોસ્પિટલ અને ગોકુલ ન્યુટેક મેડીકેર પરથી સામાન્ય નાગરિકો કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે અને ગંભીર બીમારી ધરાવતાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે ચાર્જ વસુલવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular