Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોના અપડેટ : દેશમાં ગઈકાલ કરતા આજે નોંધાયેલા કેસમાં 10હજારનો વધારો

કોરોના અપડેટ : દેશમાં ગઈકાલ કરતા આજે નોંધાયેલા કેસમાં 10હજારનો વધારો

- Advertisement -

કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ગઈકાલે રાહતના સમાચાર આવ્યા હતા. પરંતુ આજે ફરી 38000 કરતા વધુ કેસ નોંધાયા છે. જે ગઈકાલે નોંધાયેલા આંકડાથી 10હજાર કરતા પણ વધુ છે. દેશમાં મંગળવારના રોજ 28204 કેસ નોંધાયા હતા.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38,353 નવા કેસ સામે આવ્યા અને 497 લોકોના મૃત્યુ થયા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40013 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. એક્ટીવ કેસની સંખ્યા એક્ટિવ કેસની સંખ્યા 3,86,351 છે, જે છેલ્લા 140 દિવસમાં સૌથી ઓછી છે. રિકવરી રેટ વધીને 97.45%  પર પહોંચી ગયો છે. 

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 20 લાખ 36 હજાર લોકો સંક્રમિત થયા છે.  તેમાંથી 4 લાખ 29 હજાર 197 લોકોના મોત થયા છે. કેરળમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાજનક છે. આજે નોંધાયેલા 38353 કેસ પૈકી 21119 કેસ કેરળના છે. પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે માત્ર 206 એક્ટીવ કેસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular