Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં ઉંધી પૂંછડીયે ભાગવા લાગ્યો કોરોના

દેશમાં ઉંધી પૂંછડીયે ભાગવા લાગ્યો કોરોના

24 કલાકમાં 67084 કેસ, 1241ના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,084 કેસ નોંધાયા હતા. જયારે તેની સામે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજયા છે. દેશમાં હવે એકિટવ કેસ 7,90,789 (1.86%) છે. જયારે દેશમાં કુલ 5,06,520 મોત નિપજયા છે.

- Advertisement -

જયારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ 4.44% છે. તો દેશમાં અત્યાર સુધીમાં 1,71,28,19,947 વેકિસનેશન થયું છે. બીજી તરફ આજે 8812 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.85 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી 24 મોત થયા છે. જયારે 1,37,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular