Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોના રિટર્ન્સ : 27 ટકાનો વધારો

કોરોના રિટર્ન્સ : 27 ટકાનો વધારો

દેશમાં કોરોનાનો ફરીથી કાળો કેર: 2021માં ત્રીજી વખત કેસ 20 હજારથી વધુ

- Advertisement -

ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમપણના 22854 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમ્યાન 126 લોકોના મોત થયા છે. ભારતમાં નવા કેસમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 1,12,85,561 થઇ ગયો છે. અત્રે નોંધનિય છે કે, આ વર્ષે આ ત્રીજો મોકો છે. જયારે દેશમાં કોરોનાના 20,000થી વધુ કેસ આવ્યા હોય. પહેલાં જાન્યુઆરી 2021ના પહેલા સપ્તાહમાં બે દિવસમાં દેશમાં 20,000થી વધુ કેસ સામે આવ્યા હતા.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સક્રિય કેસની સંખ્યામાં 4628 વધારો થયો છે. હાલ દેશમાં સંક્રમણના 189226 સક્રિય કેસ છે. કુલ મોતની સંખ્યા 158189 થઇ ગઇ છે. દેશમાં અત્યા સુધીમાં 10938146 લોકોને રજા મળી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોનાના સૌથી વધુ કેસ 6 રાજયો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુથી આવ્યા છે. જયાં કુલ 83.76 ટકા છે. ભારતમાં કુલ 2ર,42,58,293 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 778416 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વાયરસના સૌથી કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. જયાં 24 કલાકમાં 13,659 નવા કેસ સામે આવ્યા છે. વધુ 54ના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 52610 થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular