Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરની ડેન્ટલ હોસ્ટેલના વિદ્યાર્થી સહિત 6 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગરની ડેન્ટલ હોસ્ટેલના વિદ્યાર્થી સહિત 6 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

લીમડાલાઇનમાં 18 વર્ષની યુવતીને કોરોના : સુમેર કલબ રોડ પરના વિસ્તારમાં 71 વર્ષના વૃદ્ધા કોરોના સંક્રમિત : કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90

જામનગર શહેરમાં કોરોના ચિંતાજનક રીતે વકરતો જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન ડેન્ટલ કોલેજના વધુ એક વિદ્યાર્થી સહિત 6 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90 થઇ ગઇ છે.

- Advertisement -

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે. કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મોતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના સંક્રમણ વધવાથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત બની ગયું છે. તેમાં પણ ખાસ કરીને જાહેર સ્થળો જેવા કે, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક સ્થળો, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે પર સાવચેતી રાખવી જરુરી બની ગઇ છે. કોરોનાનું જામનગરમાં પણ સંક્રમણ સતત વધતું જાય છે. જેમાં પણ ખાસ કરીને અહીંની સરકારી ડેન્ટલ હોસ્ટેલમાં કોરોનાનું સંક્રમણ અનેકગણુ વધારે છે. દરરોજ પોઝિટિવ આવતા કેસોમાં ડેન્ટલ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ જોવા મળે છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 6 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જામનગરમાં 6 વ્યકિતના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 22 વર્ષના ડેન્ટલ હોસ્ટેલના યુવક, રાજપૂતપરા લીમડા લાઇનમાં 18 વર્ષની યુવતી, પંચવટી ગૌશાળા વિસ્તારમાં 45 વર્ષની મહિલા તથા સુમેર કલબ રોડ વિસ્તારમાં રહેતા 71 વર્ષના વૃદ્ધા અને કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા 47 વર્ષના મહિલા તથા આર્યસમાજ રોડ પર રહેતા 54 વર્ષના પ્રૌઢાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90 સુધી પહોંચી ગઇ છે. તેમજ ગઇકાલે 7 લોકોની તબીયત સારી થઇ જતાં રજા આપવામાં આવી હતી. આમ, આજદિવસ સુધીમાં કુલ 39 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હોમ આઇસોલેશનની સંખ્યા 51 સુધી પહોંચી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular