અમરેલી જિલ્લામાં લાઠીની સરકારી હોસ્પિટલમાંથી કોવિડ પોઝિટીવ દર્દીનું નિધન થયા બાદ તેના મૃતદેહોને તેના સગા ચોરી છુપીથી ઉપાડી ગયા હતા અને કબ્રસ્તાનમાં લઇ જઇ ને દફનવિધિ પણ કરી દીધી હતી. આ ચકચારી ઘટનામાં મેડિકલ ઓફિસરે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ખડા થયા છે.
આ અંગે લાઠીના મેડિકલ ઓફિસર ડો. પ્રદિપકુમાર અર્જુનપ્રસાદ સિંહાએ પોલીસે મથકે જાહેર કરેલી વિગતો મુજબ લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે રહેતા યાસીનભાઇ શેખ નામના કોવીડ પોઝિટીવ દર્દીનું તા. 7 ના રોજ લાઠીની એમ.આર.વળીયા સરકારી હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું ફરજ પરના મેડિકલ ઓફિસર દ્વારા તેના પરિવારના લોકોને એવું જણાવવામાં આવ્યું કે મૃતક કોરોના પોઝિટીવ હતા અને સરકારની ગાઇડલાઇન મુજબ તેમને કબ્રસ્તાન સુધી લઇ જવાની અને દફનાવવાની વિધિ એમની સંસ્થા દ્વારા ગાઇડલાઇનના પાલન સાથે કરવામાં આવશે અને મૃતદેહોને પરિવારના લોકોને સોંપી શકાય નહીં. આમ છતા પણ તેમના પરિવારના મોહસીનભાઇ શેખ અને અહેમદભાઇ શેખ દ્વારા કોઇને પણ જાણ કર્યા વગર ગુપ્ત રીતે મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો.
એટલુ જ નહીં પણ બારોબાર કોવીડ પોઝિટીવ દર્દીના મૃતદેહના તેના સગાઓએ દફનવિધિ પણ કરી હતી. સવારે 7:30થી 9:00ની વચ્ચે આ ઘટના બની હતી અને તંત્રને 9 વાગ્યા આસાપાસ ઘટનાની જાણ થઇ હતી. તપાસ કરતા તેની દફનવિધિપણ થઇ ગઇ હતી. અંતે મેડિકલ ઓફિસર દ્વારા હોસ્પિટલમાંથી પોઝિટિવ દર્દીનો મૃતદેહ ચોરનારા બન્ને સગાઓ સામે ગુનો નોંધવાયો છે.
બીજી તરફ હોસ્પિટલમાં કોવીડ પોઝિટીવ લાશોની સુરક્ષા સામે અનેક સવાલો ખડા થયા છે. કોવીડ વોર્ડમાં કોઇ પણ સગાઓને જવાની મંજૂરનથી તો આ સગાઓ મૃતદેહ લેવા માટે કઇ રીતે પહોંચી શકયા? મૃતદેહ ચોરી જવામાંસફળતા પણમળી ગઇત્યાં સુધી ધ્યાન રાખનાર કોઇ ન હતું?