જામનગર શહેરમાં કોરોના કેસમાં ઉછાળો : એક જ દિવસમાં જામનગર શહેરમાં 48 નવા કેસ : જામનગર શહેરમાં કુલ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
રાજય સહિત સમગ્ર દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 4 મહાનગરોમાં રાત્રિ કફર્યુ લાદવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ કરવા સહિતના પગલા લેવાય રહ્યા છે. ત્યારે રાજ્યના અન્ય મહાનગરોની જેમ જામનગરમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જામનગર શહેરમાં એક જ દિવસમાં નવા 48 કેસ નોંધાતા કોરોના સંક્રમણ બેકાબુ બનતુ જણાય રહ્યું છે. રાજ્યના અન્ય મહાનગરોની જેમ જામનગરમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. વધતા જતાં કોરોના સંક્રમણ માટે શહેરીજનો માસ્કના ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની સાવધાની રાખે તે જરૂરી બન્યું છે.
જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 234534 સેમ્પલ લેવાયા છે. આજે જામનગર શહેરમાં 48 નવા કેસ આવ્યા છે તો કુલ 12 દર્દીઓએ કોરોનાને મહાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે.