Friday, November 22, 2024
Homeરાષ્ટ્રીયબે દી’માં બમણો થયો કોરોના

બે દી’માં બમણો થયો કોરોના

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમણે ફરી ગતિ પકડી છે. માત્ર બે દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 10,000થી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. તો દિલ્હીમાં સતત વધી રહેલાં કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જામનગર શહેરમાં ગઇકાલે નવા બે પોઝિટીવ કેસ નોંધાયા છે. દરમ્યાન દેશમાં કોરોના વાયરસમાં આવેલા ઉછળા પાછળ નવો વેરિએન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આગામી 4 સપ્તાહ કોરોના સંક્રમણ માટે અતિ ભારે હોવાનું ચેતવણી નિષ્ણાંતોએ આપી છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10 હજાર 158 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ ગઈ છે. 11 તારીખની સરખામણીએ 12 એપ્રિલે કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે, આ ચેપનો દૈનિક સકારાત્મકતા દર વધીને 4.42 ટકા થઈ ગયો છે. અગાઉના દિવસે કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા હતા. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.72% છે. દરરોજનો પોઝિટિવિટી રેટ 3.65% છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ 3.83% નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 1115 નવા કેસ મળી આવ્યા હતા જ્યારે 9 દર્દીનું મોત થયું હતું. એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 5 હજાર 421 થઈ ગયા હતા. દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં 24 કલાકમાં 1149 નવા કેસ નોંધાયા હતા અને 1 દર્દીઓના મોત પણ નોંધાયા હતા. હાલમાં, અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં સંક્રમણનો દર હજુ પણ 23 ટકાની આસપાસ છે. દિલ્હીમાં એક્ટિવ કોરોના કેસ વધીને 3347 થઈ ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular