Sunday, October 6, 2024
Homeબિઝનેસકોરોનામુકત શેરબજારને ઘરેલું તથા વિદેશોની રિકવરીનો વાયરો સ્પર્શી ગયો, સપ્તાહના પ્રારંભે તેજી

કોરોનામુકત શેરબજારને ઘરેલું તથા વિદેશોની રિકવરીનો વાયરો સ્પર્શી ગયો, સપ્તાહના પ્રારંભે તેજી

- Advertisement -

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં તેજી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 610 અંક વધી 52154 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 151 અંક વધી 15314 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સે માર્કેટ શરૂ થયા બાદ થોડી જ વારમાં 52000ની ઔતિહાસિક સપાટી વટાવી હતી.

- Advertisement -

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 5.88 અંક વધી 794.50 પર બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.09 ટકા વધીને 674.00 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડડી લેબ્સ, TCS, ટેક મહિન્દ્રા, HUL અને એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડડી લેબ્સ 1.77 ટકા ઘટીને 4710.20 પર બંધ રહ્યાં હતા. TCS 1.60 ટકા ઘટીને 3139.95 પર બંધ રહ્યો હતો.

એક્સચેન્જ પર 2,517 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. એમાં 1376 શેરમાં વધારો અને 1,012 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 205.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, એ 12 ફેબ્રુઆરીએ 203.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.

- Advertisement -

જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર માપનારા ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ 4.06 ટકા રહ્યો, જે ડિસેમ્બરમાં 4.59 ટકા રહ્યો હતો. એનું મુખ્ય કારણ શાકભાજી સહિત ખાવા-પીવાની કિંમતમાં ઘટાડો રહ્યો. વાર્ષિક આધારે જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 15.84 ટકા ઘટ્યા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઈન્ડેક્સ પણ 1 ટકા વધીને 135.9 રહ્યો. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રેકોર્ડ 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યું.

સારાં ત્રિમાસિક પરિણામ: નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ અગ્રણી કંપનીઓએ ડિસેમ્બર ત્રિમાસિકનાં સારાં પરિણામ રજૂ કર્યાં છે. એમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત અગ્રણી કંપનીઓ સામેલ છે. કંપનીઓને ફેસ્ટિવ સીઝનનો પણ સપોર્ટ મળ્યો. આ સિવાય કોરોના સંક્રમિતોના મામલાઓ પણ સતત ઘટી રહ્યા છે. દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.

- Advertisement -

વિશ્વભરમાં આર્થિક રિકવરી અને કોરોના વેક્સિનની પહોંચથી શેરબજારોમાં સારી તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 349 અંક એટલે કે 1.18 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1-1 ટકાના વધારો છે. જ્યારે રોકાણકારોએ શુક્રવારે અમેરિકાનાં બજારોમાં એનર્જી, ફાઈનાન્શિયલ અને મટીરિયલ શેર ખરીદ્યા અને મોટા ટેકનોલોજી શેર વેચ્યા હતા. એને પગલે SP 500 અને નેસ્ડેક ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.

શેરબજાર 12 ફેબ્રુઆરી ફ્લેટ બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12.78 અંક વધી 51,544.30 પર અને નિફ્ટી 10 અંક ઘટી 15,163.30 પર બંધ થયા હતા. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો એ 37.37 કરોડ શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારા એ 597.62 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular