ચીનમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. એક જ દિવસમાં બે ગણાથી વધુ નવા કેસ વધ્યા છે. મંગળવારે ચીનમાં 5280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોના મહામારી પછીનો આ સૌથી મોટો આંકડો છે. બીજી તરફ ઠઇંઘએ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરીઅન્ટ અને ઓમિક્રોન વેરિઅન્ટથી મળીને ડેવલોપ થઈ રહેલો નવો વેરિઅન્ટ ચોથી લહેર લાવી શકે છે. નવી કોરોનાની લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે.
નવી કોરોના લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. નવી લહેરના કારણે સૌથી વધુ જિલિન પ્રાંત પર અસર થઈ છે. કોરોનાના કેસમાં ઉછાળના કારણે ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટિયોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
તેમાં શેંજેનનું ટેક હબ સામેલ છે, જ્યાં 1.70 કરોડ લોકો રહે છે. ચીનના રાષ્ટ્રીય આયોગ (એનએચસી)ના જણાવ્યા મુજબ આ છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 નવા સંક્રમિત નોંધાયા છે.


