Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોરોનાના કેસ 1 લાખને પાર

ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોરોનાના કેસ 1 લાખને પાર

ઓમીક્રોનના 3007 કેસ

- Advertisement -

ભારતમાં કોરોના મહામારી 7મહિના બાદ ફરી બેકાબુ બની છે. આજે દેશમાં કોરોનાના 1લાખ 17હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. અન્વ 302 લોકોના મોત થયા છે. ઓમીક્રોન વેરીયન્ટના પરિણામે કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઓમીક્રોનના 3007 કેસ નોંધાયા છે જે પૈકી 1199 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. ગુજરાતમાં ઓમીક્રોનના 204 કેસ નોંધાયા છે.

- Advertisement -

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 17 હજાર 100 કોરોના કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 30 હજાર 836 લોકો સાજા થયા છે અને 302 લોકોના મોત થયા છે. સકારત્મ્કતા દર પણ 7.74 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં 3 લાખ 71 હજાર 363 એક્ટિવ કેસ છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 178 લોકોના મોત થયા છે. ભારતમાં છેલ્લે 6જુનના રોજ 1લાખ જેટલા કેસ નોંધાયા હતા.

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પંજાબના અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈટાલીથી ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં 125 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 170 લોકો સવાર હતા. . દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 52 લાખ 26 હજાર 386 કેસ નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular