Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં તહેવાર ટાણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો, આજના આંકડા ચિંતાજનક

ગુજરાતમાં તહેવાર ટાણે કોરોનાના કેસમાં મોટો ઉછાળો, આજના આંકડા ચિંતાજનક

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે માત્ર 16 કેસ નોંધાયા હતા ત્યારે છેલ્લા 24કલાકમાં કોવિડના કેસ બમણા થયા છે. આજે રાજ્યમાં 30 કેસ નોંધાયા છે. કોવિડથી આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. કારણકે રાજ્યમાં કોવિડનું સંક્રમણ ઓછુ થયા બાદ આજે કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 30 કેસ પૈકી સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં 8-8 કેસ, વલસાડમાં 5, વડોદરામાં 3કેસ, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ તેમજ જુનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે. જામનગરવાસીઓ માટે સારા સમાચાર છે. આજે જીલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.        

- Advertisement -

 બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભોગે ભલે રોનક આવી હોય, પરંતુ ગઈ દિવાળી પછી શહેરમાં થયેલા કોરોના બ્લાસ્ટથી તબીબી આલમમાં ફફડાટ છે. ગુજરાત કે દેશમાંથી કોરોના હજુ ગયો નથી. આના બદલે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી પણ વધુ ખતરનાક એવો નવો વેરિઅન્ટ ડેલ્ટા પલ્સ AY.4.2ના અનેક કેસ દેશમાં નોંધાયા છે. આ નવો વેરિઅન્ટ તો ડેલ્ટા વેરિઅન્ટથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હોઈ જે વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને પણ લપેટમાં લીધા છે. પરિણામે કોવિડ ગાઈડલાઇન પાળવી જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular