દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોએ છેલ્લા 5 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. ભારતમાં અડધા લાખ કરતા પણ વધુ કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 5 મહિના બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1790 કેસ નોંધાયા છે. અને 8લોકોના મૃત્યુ નીપજયા છે. ગુજરાતમાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 53,364 નવા કેસ નોંધાયા હતા જ્યારે 250 કરતા વધારે લોકોના મોત થયા છે. અગાઉ ઓક્ટોબર મહિનાના અંતમાં કોરોનાના કેસો અડધાલાખથી વધુ નોંધાયા હતા.ભારતમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 4લાખ છે.દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1.60લાખ કરતા પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. જ્યાં ગઈકાલના રોજ 31000 કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,65,021 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે.