ભારતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા હતા. ત્યારે આજે રોજ ફરી એક વખત કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 82 હજાર 970 કેસ નોંધાયા છે. જે આગળના દિવસ કરતાં 44881 વધારે છે. આજે દેશમાં 1 લાખ 88 હજાર 157 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. તો 441 લોકોના મૃત્યુ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ એક્ટીવ કેસની સંખ્યા વધીને 18,31,000 થઇ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે. દેશમાં ગઈકાલે લોકોએ18,69,642 ટેસ્ટ કરાવ્યા હતા. વેક્સીનેશનની વાત કરવામાં આવે તો કાલે કોરોના વેક્સિનના 76,35,229 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 15થી 18 વર્ષના 50% યુવાઓનું વેક્સીનેશન થઇ ચુક્યું છે.
ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો ગઈકાલે અત્યાર સુધીના સૌથી વધુ 17119 રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. અને 10 લોકોના મૃત્યુ થયા હતા. બીજી તરફ દિલ્હીમાં સતત પાંચમા દિવસે દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 11,684 નવા કેસ અને 38 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં 26%નો વધારો થયો છે. અહીં 39,207 કેસ નોંધાયા છે.