અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ.બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાપ્તાહિક તપાસમાં ઘટાડો થવાની સાથે કેટલાક જિલ્લામાં સંક્રમણ દરમાં વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, જમ્મૂ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, પ.બંગાળ અને લદ્દાખને લખાયેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે લગ્નની સીઝન, તહેવાર અને રજાના કારણે હાલમાં યાત્રામાં વધારોના કારણે કોરોના ટેસ્ટ વધારવા પર ભાર આપવા કહ્યું છે.
ભૂષણે પત્રમાં કહ્યું કે તપાસમાં ઘટાડો થવાના કારણે સમુદાયમાં ફેલાયેલી વાસ્તવિક સંક્રમણનો દર જાણી શકાશે નહીં. અધિકારીએ કહ્યું કે કેટલાક રાજ્યોમાં શિયાળાની શરૂઆત અને વધતા પ્રદૂષણના કારણે લોકોમાં શ્વાસ સંબંધી ગંભીર લક્ષણોની તપાસ થવી જરૂરી છે. સંક્રમણના મોટા ક્ષેત્રની ઓળખ માટે સમયસર પગલા લેવા જરૂરી છે. પૂરતી તપાસ નહીં થવાના કારણે કોઈ પણ ક્ષેત્રમાં ફેલાયેલા સંક્રમણના વાસ્તવિક સ્તરની જાણકારી મેળવવી મુશ્કેલ છે. આ સાથે અહીં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વેક્સીનેશન બાદ પણ ચોથી અને પાંચમી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી મળેલી સફળતાને બનાવી રાખવા અને દેશમાં કોરોનાને વધતો અટકાવવા માટે તમામ પ્રયાસો લાગુ કરાશે.13 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન સલાહ આપવામાં આવી છે.