જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોના ઘાતક નીવડયો છે, અને ધ્રોળમાં રહેતા 90 વર્ષના વયોવૃદ્ધ મહિલાએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. જોકે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુડા પ્લોટ વિસ્તારમાં રહેતા 90 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓ બે દિવસ પહેલાં કોરોના સંક્રમિત થયા હતા અને તેઓને ધ્રોલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી અને તેઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે હોમ આઈસોલેશન માં રાખવામાં આવ્યા હતા. જે દરમિયાન તેઓનું ગઈકાલે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. જેની કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરી લેવામાં આવી હતી.
જામનગર શહેરમાં ગઈકાલે ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે ગ્રામ્ય વિસ્તાર માંએક પણ કેસ નોંધાયો ન હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે 324 લોકો ના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં થી ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે મહિલા એક ખાનગી કંપનીના કર્મચારી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે, જ્યારે એક દર્દી ને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ 10 દર્દીઓ હોમ આઇશોલેશનમાં છે, અને એક દર્દી હોસ્પિટલ માં દાખલ છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે 563 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા.જેમા થી એક પણ વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ મળ્યો ન હતો. હાલની સ્થિતિએ બેદર્દીઓ હોમઆઇસોલેશન માં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.