યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને લઈ જામનગર જિલ્લાના 7 વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે હોવાની જામનગર જિલ્લા કંટ્રોલ રૂમને માહિતી મળેલ છે.જેમાં હંમેશ ચેતનકુમાર નિમ્બાર્ક, સરડવા કવનકુમાર તથા સાકેતા વેદુલા ઉપરાંત હેતવી પારઘી, મહર્ષ પટેલ, ફ્યુરંગી ગોસ્વામી તેમજ દિવ્યા મંગી નામના કુલ 7 વિદ્યાર્થીઓ હોવાનું જણાવાયું છે.તેમજ ઉપરોક્ત તમામ નાગરિકો યુક્રેન ખાતે અભ્યાસ કરે છે અને હાલ ત્યાં યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા છે.જેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકુશળ પરત લાવવાના પ્રયાસ રૂપે તેમની માહિતી સરકાર મોકલવામાં આવી છે.
ઉપરોક્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે કંટ્રોલરૂમથી ટેલિફોનિક વાતચીત કરી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી તેમજ આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં સુરક્ષિત હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.આ તમામ વિદ્યાર્થીઓનો DEOC એ સંપર્ક કરી જિલ્લા, રાજય તથા દેશમાં કાર્યરત તમામ હેલ્પલાઇન નંબર પહોંચાડવામાં આવ્યા છે.