ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પૂંજાભાઇ વંશ દ્વારા લમ્પિ વાયરસનો પ્રશ્ર્ન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધ્યક્ષે તેને મંજૂરી ન આપતા કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિધાનસભાનો વોટકઆઉટ કર્યો હતો.
ધારાસભ્ય પરેશ ધાનાણીના ટૂંકી મુદ્તનો પ્રશ્ર્ન પુરો થયા બાદ વિધેયકની ચર્ચા શરુ થવાની હતી. તે દરમિયાન પૂંજાભાઇ વંશે લમ્પિ વાયરસને કારણે ગાયોના મોત થાય છે. સરકાર પગલાં લે પરંતુ અધ્યક્ષે એવી ટકરો કરી હતી. કામકાજની યાદીની બહારનો પ્રશ્ર્ન છે. તેથી હાલ તેની ચર્ચા થઇ શકે નહીં. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે, લમ્પિ વાયરસથી ગાય બચાવો, કોંગ્રેસના ધારાસભ્યો એકઠા થઇ ગયા હતાં અને ગૃહનો વોકઆઉટ કર્યો હતો. થોડાક સમય પછી કોંગ્રેસના ધારાસભ્ય પરત આવી ગયા હતાં.
શરૂઆતમાં ખાદ્યતેલના ભાવો અંકુશમાં લેવા માટે પરેશ ધાનાણીએ મુકેલા ટૂંકી મુદ્તના પ્રશ્ર્નમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળતા નથી અને તેલનો ડબ્બો રૂા. 3000 પર પહોંચ્યો છે. ગૃહિણીઓ તેલમાં વઘાર કરવો કે પાણીમાં તે ગંભીર પ્રશ્ર્નનો ઉકેલ લાવવો જોઇએ. તેમણે ટૂંચકો કહ્યો હતો કે, ‘પ્રભુ તારુ નામ છે સોંઘુ બાકી બધુ છે.
મોંઘુ’ આ દરમિયાન રાજકીય અવલોકન કરતા અધ્યક્ષે ટકોર કરી હતી કે, પ્રશ્ર્નની બહાર ન જાવ. પુરવઠા મંત્રીએ ખાત્રી આપી હતી કે, કાર્ડધારકોને રાહત દરે તેલ આપવા 35 લાખ યાદી હતી તે હવે 78 લાખ કાર્ડધારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને દિવાળી પહેલા હવે રેશનકાર્ડ પર સિંગતેલ પણ રાહત દરે આપવામાં આવશે. અત્યાર સુધી પામોલીન તેલ અપાતું હતું.