જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો તથા શેરી-ગલ્લીઓમાં ઠેક-ઠેકાણે રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. અનેક રસ્તાઓ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ ભૂગર્ભ ગટરમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. જેને લઇ વિપક્ષ દ્વારા ગઇકાલે જામનગર મહાનગરપાલિકા ખાતે સ્ટે. કમિટી કચેરી બહાર ધરણા કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, જેનબબેન ખફી, અગ્રણી આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વગેરે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.