ડૉ. એન.એસ.હાર્ડીકરજી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા એક દિવસીય નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં હાલાર રાજપૂત સમાજની વાડીમાં યોજાયેલા આ નેતૃત્વ તાલીમ કેમ્પમાં સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કાર્યકરોને લીડરશીપની તાલીમ આપી હતી. આ કાર્યક્રમમાં સેવાદળના પ્રદેશ પ્રમુખ વિજયભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી રમેશભાઇ જારિયા, જામનગરના પ્રભારી દિપકભાઇ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડિયા, જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ જે.બી. આખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, શહેર સેવાદળ પ્રમુખ અસગર ગજિયા, મહિલા સેવાદળ જિલ્લા પ્રમુખ રચના નંદાણીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહિલા મંત્રી જેનબબેન ખફી, કોર્પોરેટર નુરમામદ પલેજા, મનોજભાઇ પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસના અલગ-અલગ સેલના પ્રમુખો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાઁ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં જામનગર મુસ્લિમ મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ ભગવાન ગણેશનું લાઇવ ચિત્ર બનાવ્યું હતું.