જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકામાં ભાજપાના શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મેયર કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રજાના મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં મહાનગરપાલિકામાં ભાજપાનું શાસન હોય અને ભ્રષ્ટાચાર થતો હોય જામનગરની જનતાનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે મેયર કાર્યાલય બહાર ઘંટનાદ અને ઢોલ સાથે વિરોધ કર્યો હતો. મહાનગરપાલિકામાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જે. પી. મારવિયા, પ્રભાતભાઇ, મહિપાલસિંહ, મનોજભાઇ, હર્ષરાજસિંહ, લાલભા, અતુલભાઇ, કાસમભાઇ જોખિયા, મયૂરભાઇ, ખીમભાઇ, સંજયભાઇ, મહેશભાઇ, પાર્થભાઇ પટેલ, પરેશભાઇ, નૂરમોમદભાઇ, સંદીપભાઇ, મહેશભાઇ ડાભી સહિતના વિરોધમાં જોડાયા હતા.


