Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું નિધન

- Advertisement -

રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું અવસાન થયું છે. પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી.
સુરજેવાલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નિશબ્દ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યું હતું અને આજ સુધી સાથે ચાલ્યા પણ આજે…
રાજીવ સાતવની સાદગી, નિષ્કપટ સ્મિત, જમીન સાથેનો નાતો, નેૃત્વ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તથા મિત્રતા હંમેશા યાદ આવશે. અલવિદા મારા મિત્ર! જ્યાં રહે, ચમકતો રહે!’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular